તારીખ:૨૦ જાન્યુઆરી ૨૦૧૧ ગુરુવાર
સેન્ટર:ટ્યુશન ક્લાસ,કોમ્યુનીટી સેન્ટર
લાભાર્થી:બાળકો
ફિલ્મ:beware of drugs
વાત વાતમાં : આજે DVD player ના હોવાથી laptop પર ફિલ્મ બતાવી હતી અને તેથી જ માત્ર એક જ ક્લાસ ના બાળકોને ફિલ્મ બતાવી શકાઈ.
એ ફિલ્મમાં ગુટકા,તમાકુ ખાવાથી શું થાય છે તેની માહિતી હતી.તે વિષે બાળકો સાથે ચર્ચા કરી અને સમજાવ્યું કે આસ પાસના કે ઘરના લોકો ભલે આપણું કહેવું ના માનતા હોય પણ આપણે આ વાતો કહેતા રહેવાનું અને પોતાને એ વ્યાસનોથી બચાવતા રહેવાનું.ત્યારપછી બાળકોને કહ્યું કે પોતાને યાદ હોય એવો કોઈ પ્રસંગ લખીને આપો.બાળકોને સમર કેમ્પમાં બતાવેલી ફિલ્મ્સ અને ચર્ચાઓ પણ યાદ છે એ જાણીને ખાતરી થઇ કે ફિલ્મ્સ સારી અસર તેમના દિમાગ ઉપર પડે છે.ઘણા બાળકોએ પોતે કરેલી નાની ભૂલો વિષે તથા નાના નાના સારા કામ કર્યા હતાતે પણ લખ્યું હતું.કોઈએ કોઈને છોડ તોડતા અટકાવ્યું હતું તો કોઈએ કોઈને રસ્તો ઓળંગવામાં મદદ કરી હતી.કોઈએ લખ્યું કે હવે હું ગાળ નહિ બોલું,તો કોઈએ લખ્યું કે હું પરીક્ષામાં ચોરી કરતો હતો પણ હવે નહિ કરું.આ બધી વાત થી એ સાબિત થાય છે કે બાળકોમાં સાચા ખોટાની સમજ છે હવે તે સમજનો યોગ્ય રીતે વિકાસ કરવાનો છે.
No comments:
Post a Comment