Friday, January 21, 2011

Street school


તારીખ:૧૯ જાન્યુઆરી ૨૦૧૧ બુધવાર
સેન્ટર:રામ રહીમ ટેકરો
ફિલ્મ:Animated ફિલ્મ્સ


વાત વાતમાં:આજે ત્રણેય વર્ગના બાળકોને વારાફરતી ફિલ્મ બતાવી.દરેક વર્ગને ૩૦ ઇનીત આપી હતી.૫ થી ૭ ધોરણ ના બાળકોની સાથે સારી આદતો ની અસરો કેવી હોય છે તે વિષે વાત કરી.તે લોકોને સરળ ભાષામાં પૂછ્યું કે આપણને આંબો અને બાવળ બે માંથી એક ની પસંદગી કરવાની હોય તો શેની પસંદગી કરીએ? તો દરેકે દરેક બાળકે કહ્યું કે અમે તો આંબાને જ પસંદ કરીએ.આંબો પસંદ કરવાનું કારણ બધાયે કહ્યું એટલે આગળ વાત ચલાવતા કહ્યું કે જેમ આંબાની સારી વસ્તુઓ જેમ કે ફળ,છાંયો આપણ ને ગમે છે તેમ જયારે આપણે સારી આદતો કેળવીએ છીએ ત્યારે આપણે સારા વ્યક્તિ બની શકીએ છીએ.


૮ થી ૧૦ ધોરણ ના બાળકો સાથે પણ સારી આદતો વિષે ચર્ચા કરી. ગયા અઠવાડિયામાં આ બાળકોએ પક્ષી બચાવો અભિયાન માં ભાગ લીધો હતો તે વિષે તેમના અનુભવો ની વાતો કરી.બાળકો ચાલીઓમાં જઈને બધાને સમજાવતા હતા અને ચોપાનીયા વહેંચતા હતા.તે લોકોએ કહ્યું કે ઘણા લોકો તો અમને ગાળો આપતા હતા કે આવા ગતકડા શું કામ કરો છો જયારે ઘણા લોકો તો ચોપાનીયા પણ હાથમાં નહોતા લેતા અને તેનું કારણ અંધ શ્રધા હતી કેમકે તે લોકોને આવું લાગતું હતું કે ચોપાનીયા લિયે તો પછી તેમણે પોતાને પણ એવા છપાવીને વહેંચવા પડશે.પણ બાળકોએ ખુબ ઉત્સાહથી કામ કર્યું અને reporting પણ કર્યું જેને લીધે તે લોકોના આત્મ વિશ્વાસમાં ઘણો ઉમેરો થયો છે.


No comments:

Post a Comment