Wednesday, February 2, 2011

Screening in Aanganwadi




તારીખ:૧ ફેબ્રુઆરી ૨૦૧૧ મંગળવાર
સેન્ટર:સાબરમતી,માનવ સાધના.
લાભાર્થી:કિશોરીયો,બાળકો.
ફિલ્મ: સફાઈ શોલે,સફાઈનો સનેડો

વાત વાતમાં: કીશોરીયોને સફાઈ શોલેના બે દ્રશ્યો બતાવીને સફાઈ વિષે વાત કરી હતી.આજનો ક્લાસ ખુબ સંવેદનશીલ હતો કેમકે આજે તે લોકો સાથે અંગત સફાઈ તથા શારીરિક અંગત સફાઈ વિષે વાત કરી હતી અને સમજાવ્યું કે અંગો પ્રત્યેની બેદરકારી ખુબ ગંભીર પરિણામો લાવે છે.કિશોરીઓએ તેમને થતી તકલીફો વિષે પણ વાત કરી હતી.
  • આશરે ૨૫ વર્ષના કવિતાબેન મનોજભાઈ મારવાડીને ૩ બાળકો છે અને તેમને છેલ્લા એક વર્ષથી સ્તનમાં ગાંઠ છે,આંગણવાડી કાર્યકર બહેનના સમજાવવા છતાં તે બહેન માન્યા નહિ અને હવે તેમને ખુબ જ દુખાવો થાય છે એટલે આપણી મદદ માંગે છે.તેમના પતિ પણ માનતા નથી.એટલે આપણાં કાર્યકર બહેનો સતત તેમને સમજાવતા રહે છે.
  • બીજા એક ૨૨ વર્ષના બહેનના પતિ ખુબ જ દારૂ પીવે છે અને તે બહેન ઈચ્છે છે કે તેમના પતિ દારૂ કોઈ પણ રીતે છોડી દે પણ કેવી રીતે તે ખબર નહોતી એટલે આપણે તેમને વાત કરી કે ડૉ. ની સલાહ પ્રમાણે દવા આપવામાં આવે તો દારૂ છોડાવી શકાય છે.પણ તેમના સાસુ માનતા નથી એટલે આવતા સ્ક્રીનીંગમાં તેમને લઈને આવશે અને આપણે તેમને માહિતી આપીને સમજાવવાનો પ્રયત્ન કરીશું અને જો શક્ય થશે તો તેમના પતિ સાથે પણ આપણે વાત કરીશું.
  • બધાએ સાથે મળીને સંગીત ખુરશી રમત રમી હતી અને છેલ્લે બધા ગોળમાં ઉભા રહીને એકબીજાના હાથ પકડીને positive શક્તિનું આદાન પ્રદાન કર્યું.
  • આજે ૨૫ કિશોરીએ ફિલ્મ સ્ક્રીનીંગમાં ભાગ લીધો હતો .
  • કિશોરીઓની ૫ ટીમ પાડીને સફાઈ વિદ્યાલયમાંથી યુનિસેફની ૫ પુસ્તકો આપીને લીડરને કહ્યું છે કે તે પુસ્તકમાં જે માહિતી છે તેનાથી પોતાની ટીમના દરેક સદસ્યને માહિતગાર કરે અને ઘરે ના ફાવે તો આપણાં સેન્ટર પર આવીને વાંચે.
  • સાંજે કાર્ડ પ્રોજેક્ટના બાળકોને સફાઈનો સનેડો ફિલ્મ બતાવી અને સમજાવ્યું કે આપણે રોજે માનવ સાધનામાં આવીએ છીએ એટલે આપણે જાણીએ છીએ સફાઈની વાતો પણ હવેથી તેની આદતો બનાવવાની છે.

No comments:

Post a Comment