તારીખ : ૨ ફેબ્રુઆરી ૨૦૧૧ બુધવાર
સેન્ટર : રામ રહીમનો ટેકરો
ફિલ્મ : માઉસ મેઈડ
વાત વાતમાં: ૫ થી ૭ ધોરણ ના બાળકોને પરીક્ષા હોવાથી માત્ર ૮ થી ૧૦ ધોરણના બાળકોને ફિલ્મ બતાવી હતી.
પછી બાળકોને બે ગ્રુપમાં વહેંચીને બે વિષય આપ્યા ચર્ચા કરવા માટે ગોળમાં બેસાડ્યા.તેમની ચર્ચા દરમ્યાન એવું લાગતું હતું કે તે લોકો એકબીજાથી જીતવા માટે વિચારીને મુદ્દા કહેતા હતા અને તેમાં સારી વસ્તુ એ હતી કે દરેકે દરેક બાળકે તેમાં ભાગ લીધો હતો અને તેમના વિચારોને કહેતી વખતે શરમાતા નહોતા પણ આત્મવિશ્વાસથી કહેતા હતા.
૧) ગ્રુપ : જો તે લોકોને ક્લાસ ભણાવવા માટે આપવામાં આવે તો ભણાવવા માટે શું શું કરો ?
૨) ગ્રુપ : જો આ ટ્યુશન ક્લાસ ના હોય તો તમને શું થાય / ફર્ક પડે?
બાળકોએ ખુબ ઉત્શાહ થી ચર્ચા કરી હતી.પહેલા ગ્રુપમાંથી જવાબ આવ્યા કે અમે બાળકો માટે વ્યાયામનો ક્લાસ રાખીએ,કોમ્પ્યુટર શીખવાડીએ,રમત રમાડવા માટે મેદાનમાં લઇ જઈએ વગેરે.
બીજા ગ્રુપના બાળકોએ કહ્યું કે આ ક્લાસ બંધ થઇ જાય તો અમે સારી અને નવી વાત /વસ્તુઓ શીખી ના શકીએ જેમકે સફાઈની વાત ,વડીલોને માન આપવું,ગાળો નહિ બોલવી,લીડર બનવાનું, સારા માણસ બનવાનું વગેરે.
સમયના અભાવ ને લીધે ચર્ચા ને અધુરી છોડી છે અને ઘરેથી વધારે વિચારી લાવવા માટે કહ્યું છે.હવે પછીના ફિલ્મ સ્ક્રીનીન્ગમાં આપણે આ વાતોને વધારે ઊંડાણ પૂર્વક સમજાવવાનો પ્રયત્ન કરીશ.