Showing posts with label Film screening in Aanganwadi. Show all posts
Showing posts with label Film screening in Aanganwadi. Show all posts

Wednesday, February 2, 2011

Screening in Aanganwadi




તારીખ:૧ ફેબ્રુઆરી ૨૦૧૧ મંગળવાર
સેન્ટર:સાબરમતી,માનવ સાધના.
લાભાર્થી:કિશોરીયો,બાળકો.
ફિલ્મ: સફાઈ શોલે,સફાઈનો સનેડો

વાત વાતમાં: કીશોરીયોને સફાઈ શોલેના બે દ્રશ્યો બતાવીને સફાઈ વિષે વાત કરી હતી.આજનો ક્લાસ ખુબ સંવેદનશીલ હતો કેમકે આજે તે લોકો સાથે અંગત સફાઈ તથા શારીરિક અંગત સફાઈ વિષે વાત કરી હતી અને સમજાવ્યું કે અંગો પ્રત્યેની બેદરકારી ખુબ ગંભીર પરિણામો લાવે છે.કિશોરીઓએ તેમને થતી તકલીફો વિષે પણ વાત કરી હતી.
  • આશરે ૨૫ વર્ષના કવિતાબેન મનોજભાઈ મારવાડીને ૩ બાળકો છે અને તેમને છેલ્લા એક વર્ષથી સ્તનમાં ગાંઠ છે,આંગણવાડી કાર્યકર બહેનના સમજાવવા છતાં તે બહેન માન્યા નહિ અને હવે તેમને ખુબ જ દુખાવો થાય છે એટલે આપણી મદદ માંગે છે.તેમના પતિ પણ માનતા નથી.એટલે આપણાં કાર્યકર બહેનો સતત તેમને સમજાવતા રહે છે.
  • બીજા એક ૨૨ વર્ષના બહેનના પતિ ખુબ જ દારૂ પીવે છે અને તે બહેન ઈચ્છે છે કે તેમના પતિ દારૂ કોઈ પણ રીતે છોડી દે પણ કેવી રીતે તે ખબર નહોતી એટલે આપણે તેમને વાત કરી કે ડૉ. ની સલાહ પ્રમાણે દવા આપવામાં આવે તો દારૂ છોડાવી શકાય છે.પણ તેમના સાસુ માનતા નથી એટલે આવતા સ્ક્રીનીંગમાં તેમને લઈને આવશે અને આપણે તેમને માહિતી આપીને સમજાવવાનો પ્રયત્ન કરીશું અને જો શક્ય થશે તો તેમના પતિ સાથે પણ આપણે વાત કરીશું.
  • બધાએ સાથે મળીને સંગીત ખુરશી રમત રમી હતી અને છેલ્લે બધા ગોળમાં ઉભા રહીને એકબીજાના હાથ પકડીને positive શક્તિનું આદાન પ્રદાન કર્યું.
  • આજે ૨૫ કિશોરીએ ફિલ્મ સ્ક્રીનીંગમાં ભાગ લીધો હતો .
  • કિશોરીઓની ૫ ટીમ પાડીને સફાઈ વિદ્યાલયમાંથી યુનિસેફની ૫ પુસ્તકો આપીને લીડરને કહ્યું છે કે તે પુસ્તકમાં જે માહિતી છે તેનાથી પોતાની ટીમના દરેક સદસ્યને માહિતગાર કરે અને ઘરે ના ફાવે તો આપણાં સેન્ટર પર આવીને વાંચે.
  • સાંજે કાર્ડ પ્રોજેક્ટના બાળકોને સફાઈનો સનેડો ફિલ્મ બતાવી અને સમજાવ્યું કે આપણે રોજે માનવ સાધનામાં આવીએ છીએ એટલે આપણે જાણીએ છીએ સફાઈની વાતો પણ હવેથી તેની આદતો બનાવવાની છે.

Tuesday, October 5, 2010

Film screening in Aanganwadi

Date:5th October Tuesday
Subject:Breast feeding
Film:Breast feeding (UNICEF)

Purpose : બહેનો સાથે વાત કરતા ખબર પડી કે તેમને સ્તનપાન કરાવવામાં તકલીફ પડે છે અને ઘણી બહેનોનું પહેલું બાળક હોવાથી તેમને કોઈને એ વિષે પૂછવામાં સંકોચ થાય છે એટલે આજે સ્તનપાન વિષે ફિલ્મ બાતાવાયી.

Story :ગયા મંગળવારે આપણે તેમને શિશુ સંભાળ ની ફિલ્મ બતાવી હતી અને તેમની સાથે વાત કરવાથી ખબર પડી કે બહેનોને સ્તનપાન કરાવવામાં ઘણી તકલીફો પડે છે.
રૂપલબહેન અશોકભાઈ ઠકોર નામે એક બહેને હમણાં સપ્ટેમ્બર મહિના માં એક તંદુરસ્ત બાબા ને જન્મ આપ્યો છે ,
તે બાળકના જન્મના આશરે ૧૦ દિવસ પછી તે બાળક કમજોર થવા લાગ્યું અને તેને હોસ્પિટલ માં દાખલ કરવું પડ્યું. ડોક્ટરની તપાસના અંતે ખબર પડી કે તે બાળક ના પેટ માં એક ટીપું દૂધ પહોંચ્યું નથી એટલે તેની હાલત બગડી ગઈ હતી.તે બહેન શરમ અને સંકોચ ને કારણે કોઈને પોતાની તકલીફ કહી નહોતા શકતા એટલે એ બાળક ની હાલત બગડી હતી. અત્યારે ડોક્ટર ની સલાહ પ્રમાણે દવા લેવાથી તે બહેન સારી રીતે સ્તનપાન કરાવી સકે છે અને તે બાળકની હાલતમાં પણ સુધારો છે.


Film screening in Aanganwadi

Date:21st September 2010 Tuesday

Subject: Shishu sambhal

Film: Sakhidaadi(Unicef)

Purpose : બહેનો સાથેની મુલાકાત દરમ્યાન જાણવા મળ્યું કે ત્યાં સગર્ભા તેમજ ધાત્રી બહેનોની સંખ્યા વધારે છે.
બહેનો બાળકો ને સ્વચ્છ કેવી રીતે રાખી શકે છે તે માટેની સખી દાદીની ફિલ્મ બતાવી.ત્યાં બાળક જન્મે એટલે તેને ગળથૂથી આપવામાં આવે છે જેને પરિણામે શિશુમાં ઘણા રોગ ફેલાય છે તો ગળથૂથી કેમ ના આપવી જોઈએ તે અંગે બહેનોને ફિલ્મ બતાવયી.
Stroy :બહેનો સાથે વાત કરતા જાણવા મળ્યું કે બહેનોમાં ડોક્ટર્સ પ્રત્યે પણ વિશ્વાસ નથી રહ્યો તેનું કારણ જણાવતા એક બહેને કહ્યું કે તેમને ગર્ભાવસ્થાના સાત મહિના સુધી કોઈ તકલીફ નહોતી પણ એકવાર ડોક્ટર પાસે તપાસ કરાવી ત્યારથી તેમને તકલીફો થવા લાગી છે અને એટલે તેમનું બાળક ગર્ભ માં ઊંધું તહી ગયું છે.